Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘Uncategorized’ Category

જીવનસાથી

તારો સંગાથ મળ્યો અને આ મુસાફરી રંગીન થઈ,
આ નિરસ સફરમા, લાગણીઓની ચહલપહલ થઈ,
સાંભળ્યુ હતુ મે શબ્દ “જીવનસાથી” વીશે,
પણ તારા આગમનથી મારી સમજણ પુરી થઈ.

– મેહુલ

Advertisements

Read Full Post »

તરસ્યા હ્ર્દય ને દિલાસો આપુ છુ,
તારી યાદો મા હવે, ઉંઘુ છુ જાગુ છુ,
અંદાજ નહોતો આ વિરહ ના, અસહ્ય દુખ વિશે,
હવે તો સપનાઓ મા પણ તારી, ગેરહાજરી માંગુ છુ.
– મેહુલ

Read Full Post »

તારા વિશે

શુ લખુ તારા વિશે, આજે શબ્દો ખુટી પડ્યા,
લાગણીઓ થી અજાણ છે આ ચોપડી,
જેને અમે શબ્દકોષ સમજતા હતા.
-મેહુલ

Read Full Post »

તારા વગર શુ કરુ આ જીંદગી ની કલ્પના,
વિચાર માત્ર ખંજર જેવો વાગે છે,
વગર ઘા એ પણ જખમી થઈ જાઉ છુ,
જ્યારે આ વિરહ ની વેદના જાગે છે.
-મેહુલ

Read Full Post »

તરસ્યા નયન

તરસ્યા હતા નયન, ને તારા દીદાર થયા,
ધડકનો એ દોટ મુકી, ને શ્વાસ થંભી ગયા.

પ્રથમ મુલાકાતમા જ, લાગણી બંધાઈ ગઈ,
બીજી વાર મળતાજ, હૈયા મળી ગયા.

તારી એ અદાઓ, કંઈક જાદુ કરી ગઈ,
વરસોથી અધુરા, મારા સપનાઓ ફળી ગયા.

ભલે તુ છે દુર, પણ હવે “મેહુલ” એકલો નથી,
આપણે આ વિરહ મા , સહેભાગી બની ગયા

-મેહુલ

Read Full Post »

દિવસો ગણુ છુ

તારી યાદો મા સદા, ખોવાયેલો રહુ છુ,
ખુલી આંખે પણ, હવે સપનાઓ જોવુ છુ,
કોને કહુ આ હદયની વ્યથા,
હવે તો દોસ્તો થી પણ, અતડો રહુ છુ

મહેફીલો મા પણ હવે, ગેરહાજર રહુ છુ,
એકાંત શોધવાનો, પ્રયત્ન કરુ છુ,
આંસુઓ ને દઈ ઠપકો,
બધાની સામે હસતો ફરુ છુ.

સબંધો ની પણ હવે, કિંમત કરુ છુ,
અવાર-નવાર સામાજીક બનુ છુ,
કેલેન્ડર પાસે હોવા છતાપણ,
ખબરનહી કેમ, રોજ દિવસો ગણુ છુ

-મેહુલ

Read Full Post »

નજરો ના તીર

નજરો ના એ તીર, બહુ ઉંડા ખુંપી ગયા,
ખોલી પ્રેમ નો દરવાજો, એ મને લુંટી ગયા.
એક ઘડી ની ઝલક પણ પુરતી હોય છે,
પણ તમને નીહાળતા, કલાકો ખુટી ગયા.

પ્રેમ મા હુ પડ્યો ને, બેચેન પણ થયો,
આ કઠણ હ્રદય મા, પ્રેમ ના અંકુર ફુટી ગયા.
જે દોસતો માટે હતી મરી મિટવા ની તૈયારી,
વિરહ ના આ સફર મા , મને એકલો મુકી ગયા.

પ્રેમનુ આવ્યુ પરિણામ , ને હુ નિષ્ફળ પણ ગયો,
અરમાનો થી સીંચેલા, મારા સપના ટુટી ગયા.
ગમ ના કર “મેહુલ”, હજી જીવ બાકી છે તુજમા,
નહી તો આ પ્રેમના સફર મા, ભલ-ભલા ઉકલી ગયા.

-મેહુલ

Read Full Post »

Older Posts »