Feeds:
Posts
Comments

હ્ર્દય ની વેદના આંખો સુધી પહોંચી ગઈ,
આંખો પણ જાણે દર્દ થી સમસમી ગઈ,
તેને બચાવવાનો પ્રયત્ન તો ઘણો કર્યો મે,
પણ જોત જોતામા તો આંખો આખી પલળી ગઈ.

પછી તો આંખોમાંથી અશ્રુઓની ધાર થઈ,
મારા અરમાનોની મારી જ સામે હાર થઈ,
પછી શુન્યમનસ્ક થઈ ને હુ વિચારતો રહ્યો કે,
આજે “મેહુલ” ના રડવાની કેટલાને જાણ થઈ.

-મેહુલ

ખુલી મારી આંખ, ને સવાર થઈ છે,
તમને ફરી જોવા નજર બેકરાર થઈ છે,

પ્રેમ ની લડત મા સદા જીતતો હતો પણ,
તમને મળી આજે મારી, હાર થઈ છે.

જુદાઈ નુ દુ:ખ પરાકાષ્ઠા એ પહોંચી ગયુ,
હવે તો આંખો મા થી આંસુઓ ની ધાર થઈ છે,

તમારા વગર નહી જીવી શકે “મેહુલ”,
આજે તો મરવાની ઈચ્છા પણ, અપરંપાર થઈ છે.

-મેહુલ

સુરજ ને ક્યાંથી ખબર કે આ અંધારુ શુ છે?,
પાણી ને કયાંથી ખબર કે આ મ્રુગજળ શુ છે?,
એક ઋતુ આવે છે ને એક ઋતુ જાય છે,
પાનખર મા આવી ને તો, ફુલો પણ કર્માય છે.

વર્ષો ના વર્ષો, આમ જ વહી જાય છે,
જુવાની ની વાટ મા, બાળપણ પણ વેડફાય છે,
નથી રોકી શકતુ કોઈ સમય ના વહેણ ને,
અરે ઘડપણ મા આવી ને તો, જુવાની પણ રૂધાંય છે.

-મેહુલ

હતી તારી આંખો મા ચમક, ને હતી મારી આંખો મા પ્યાસ,
છતાપણ રહી ગઈ, આપણા સબંધો મા કચાશ

ના મનમેળ થયો, ના થયુ સમાધાન,
મને મ્રુગજળ મળ્યુ , જયારે હતી પાણી ની તલાશ

જાણતો હતો, તારા જીદ્દીપણા વિશે,
છતાપણ થયુ, લાવ કરુ આખરી પ્રયાસ

અંધકાર મા બેઠો છે “મેહુલ”, હવે વાટ જોઈને,
ક્યારેક તો થશે, એના જીવન મા ઊજાશ

-મેહુલ

ના કોઈ પ્રેરણા, ના કોઈ પ્રોત્સાહન,
વિચારો ના વહન માટે ,નથી જોઇતુ વાહન
લાગણી ઓ ઉભરાય છે ને, હાથ સાથ દે છે,
લોકો અમસ્તો જ “મેહુલ” ને, કવિ કહે છે.

મન ના વિચારો ,આજે ચકડોળે ચઢી ગયા,
એમાંથી કેટલાક,આ કાગળ પર પડી ગયા,
પ્રયત્ન પણ કર્યો હતો, મે તેમને સંભાળવાનો,
ખબર નહી કેમ કરતા એ, કવિતા મા ઢળી પડ્યા.

-મેહુલ

સફળતા ની આ સફર મા હુ એકલો હતો,
ખબરનહી ક્યારે આ મહત્વકાંક્ષા જોડાઈ ગઈ,

વહેતા ઝરણા ની જેમ આ વર્ષો વહી ગયા,
ખબરનહી કયારે આ જીંદગી ખર્ચાઈ ગઈ.

મરી મીટવાની તૈયારી હતી, જે દોસ્તો માટે
ખબરનહી ક્યારે આ ગાઢ દોસ્તી ગુચંવાઈ ગઈ.

સફળતા ના મુકામે પહોંચી આજે “મેહુલ” વિચારે છે,
ખબરનહી આ સફર મા કેટલા દોસ્તો ની બાદબાકી થઈ.

-મેહુલ

Follow

Get every new post delivered to your Inbox.