તારી યાદો મા સદા, ખોવાયેલો રહુ છુ,
ખુલી આંખે પણ, હવે સપનાઓ જોવુ છુ,
કોને કહુ આ હદયની વ્યથા,
હવે તો દોસ્તો થી પણ, અતડો રહુ છુ
મહેફીલો મા પણ હવે, ગેરહાજર રહુ છુ,
એકાંત શોધવાનો, પ્રયત્ન કરુ છુ,
આંસુઓ ને દઈ ઠપકો,
બધાની સામે હસતો ફરુ છુ.
સબંધો ની પણ હવે, કિંમત કરુ છુ,
અવાર-નવાર સામાજીક બનુ છુ,
કેલેન્ડર પાસે હોવા છતાપણ,
ખબરનહી કેમ, રોજ દિવસો ગણુ છુ
-મેહુલ
એવુ લાગ્યુ કે જાણે પ્રથમવાર “મેહુલ”,એની જાત ને મળ્યો..
nice one congratulations
do visit this :http://www.shreenathjibhakti.org/gaushala.htm
dr sudhir shah na vandan
શ્રી મેહુલભાઈ,
સબંધો ની પણ હવે, કિંમત કરુ છુ,
અવાર-નવાર સામાજીક બનુ છુ,
કેલેન્ડર પાસે હોવા છતાપણ,
ખબરનહી કેમ, રોજ દિવસો ગણુ છુ
ખુબ સરસ રચના . હદયના ભાવથી પ્રગટેલી પંક્તિઓ
આદરણીયશ્રી. મેહુલભાઈ
સરસ બ્લોગ છે, ભાઈ
સરસ રસ પડે તેવી પંક્તિઓ છે, ભાઈ
” આંસુઓ ને દઈ ઠપકો,
બધાની સામે હસતો ફરુ છુ.”
લિ. કિશોરભાઈ