ડુબતા સુરજ નો સથવારો માંગુ છુ,
દરીયા ની માંહે, કિનારો માંગુ છુ
ચન્દ્ર વિશે જાણુ છુ છતા પણ,
ચાંદની પાસે ગરમાવો માંગુ છુ.
જ્યાં પાણી ને ધરતી સાથે સબંધ નથી ત્યાં,
વરસાદ મા નહાવાનો લહાવો માંગુ છુ.
જીવન જીવી ને થાકી ગયો છુ છતાપણ,
આજે ફરી બીજો જન્મારો માગું છુ.
-મેહુલ
simply Awesome….last paragraph…..deep thought…keep it up
ખુબ જ સુન્દર રચના……
સમી સાંજનો ઢળતો સુરજ કહેતો હતો મુજને,
નવલી ઊષા ને નવી ઉમંગો દઈશ કાલે તુજને..
ઢળી ગયો જે દિન એ તો બની ગયો ભુતકાળ,
ભુલી એને પછી આવકારો કાલનું નવુ પ્રભાત.
મૌસમી મકવાણા-’સખી’