નથી કોઇ ઊમંગ, નથી કોઇ આશા
જીવન મા ભરી છે, બસ હવે હતાશા
એ કોની છે પાયલ, ને કોનો છે પગરવ
નથી જાણવાની, હવે કોઈ જિજ્ઞાસા
રમતમા ને રમતમા, જીવન ગયુ છે
નથી જીવવાની, હવે કોઈ અભિલાષા
તમને રડી ને , “મેહુલ” કહી રહ્યો છે
પણ અફસોસ છે આંસુઓની, નથી કોઇ ભાષા
-મેહુલ
bhai, su vaat 6e.. !! .. austrailia ma pn gujarat banava lagyo 6e k su ?? ane aatlo bdho senti tu kyare thai gyo ?
mehul manyama na aave evu kam kari rahyo chhe tu…….adbhut
thanks…….