કર્યુ જેનુ જતન, એ સબંધ જ ના રહ્યો
એક નાનો સરખો જુલમ પણ, એને ના સહ્યો.
મથામણ તો ઘણી કરી હતી ,મે તેને મનાવવાની
પણ તે જિદ્દી હતી કે જેણે, એક બોલ પણ ના કહ્યો.
વષૅો ના સબંધો ,કેવા પળભરમા મટી જાય છે
તેના ગયા પછી, હુ એજ વિચારતો રહ્યો.
પછી યાદો ના પુર આવ્યા, ને વિચારો ના વંટોળો
સ્મરણોનુ માવઠુ થયુ ,અને હુ ભુતકાળમા સરી પડ્યો.
સારી માઠી યાદો, આંખો આગળ તરતી રહી
એવુ લાગ્યુ કે જાણે પ્રથમવાર “મેહુલ”,એની જાત ને મળ્યો.
- માઈકલ“મેહુલ”મેકવાન
પછી યાદો ના પુર આવ્યા, ને વિચારો ના વંટોળો
સ્મરણોનુ માવઠુ થયુ ,અને હુ ભુતકાળમા સરી પડ્યો.
ખુબ સરસ રચના .
http://rupen007.feedcluster.com/
તમારા આવકાર બદલ અને પ્રોત્સાહન બદલ આભાર રુપેનભાઈ…….
ખુબ જ ર્હદયસ્પર્શી કવિતા છે આપની….
આમ જ લખતા રહો ને અમારી સાથે વહેંચતા રહો…
હુ માનુ છુ કે..
ક્યાઁ કશુ કહેવાય છે ને ચુપેય ક્યાઁ રહેવાય છે….
શબ્દ બને જો સથવારો તો કવિતા જેવુ રચાય છે……!!!
પ્રોત્સાહન બદલ તમારો ખુબ ખુબ આભાર મૌસમી. હું બને તેટલુ વધારે લખવાનો પ્રયત્ન કરીશ
Good One
Really I cann’t believe….but its truely amazing….buck up
સુંદર! મનોમંથન નો આબેહુબ ચિતાર!
પરંતુ સૌથી ઉત્તમ એ થયું કે ‘પ્રથમવાર “મેહુલ”,એની જાત ને મળ્યો’
best wishes for next (second) online rachana!
બરોબર છે દોસ્ત…..
ક્યાર થી ચાલુ કર્યુ આવુ લખવાનું??????
ચાલુ રાખો……
hidden characteristics…i knew bit about u…but here, u hv opened ur heart man….good on ya…keep it up….cheers
keep it up buddy, very nice
thanks Mukhi
superb!!!!