શુ લખુ તારા વિશે, આજે શબ્દો ખુટી પડ્યા,
લાગણીઓ થી અજાણ છે આ ચોપડી,
જેને અમે શબ્દકોષ સમજતા હતા.
-મેહુલ
Posted in Uncategorized | 1 Comment »
તારા વગર શુ કરુ આ જીંદગી ની કલ્પના,
વિચાર માત્ર ખંજર જેવો વાગે છે,
વગર ઘા એ પણ જખમી થઈ જાઉ છુ,
જ્યારે આ વિરહ ની વેદના જાગે છે.
-મેહુલ
Posted in Uncategorized | Leave a Comment »
તરસ્યા હતા નયન, ને તારા દીદાર થયા,
ધડકનો એ દોટ મુકી, ને શ્વાસ થંભી ગયા.
પ્રથમ મુલાકાતમા જ, લાગણી બંધાઈ ગઈ,
બીજી વાર મળતાજ, હૈયા મળી ગયા.
તારી એ અદાઓ, કંઈક જાદુ કરી ગઈ,
વરસોથી અધુરા, મારા સપનાઓ ફળી ગયા.
ભલે તુ છે દુર, પણ હવે ”મેહુલ” એકલો નથી,
આપણે આ વિરહ મા , સહેભાગી બની ગયા
-મેહુલ
Posted in Uncategorized | 2 Comments »
તારી યાદો મા સદા, ખોવાયેલો રહુ છુ,
ખુલી આંખે પણ, હવે સપનાઓ જોવુ છુ,
કોને કહુ આ હદયની વ્યથા,
હવે તો દોસ્તો થી પણ, અતડો રહુ છુ
મહેફીલો મા પણ હવે, ગેરહાજર રહુ છુ,
એકાંત શોધવાનો, પ્રયત્ન કરુ છુ,
આંસુઓ ને દઈ ઠપકો,
બધાની સામે હસતો ફરુ છુ.
સબંધો ની પણ હવે, કિંમત કરુ છુ,
અવાર-નવાર સામાજીક બનુ છુ,
કેલેન્ડર પાસે હોવા છતાપણ,
ખબરનહી કેમ, રોજ દિવસો ગણુ છુ
-મેહુલ
Posted in Uncategorized | 4 Comments »
નજરો ના એ તીર, બહુ ઉંડા ખુંપી ગયા,
ખોલી પ્રેમ નો દરવાજો, એ મને લુંટી ગયા.
એક ઘડી ની ઝલક પણ પુરતી હોય છે,
પણ તમને નીહાળતા, કલાકો ખુટી ગયા.
પ્રેમ મા હુ પડ્યો ને, બેચેન પણ થયો,
આ કઠણ હ્રદય મા, પ્રેમ ના અંકુર ફુટી ગયા.
જે દોસતો માટે હતી મરી મિટવા ની તૈયારી,
વિરહ ના આ સફર મા , મને એકલો મુકી ગયા.
પ્રેમનુ આવ્યુ પરિણામ , ને હુ નિષ્ફળ પણ ગયો,
અરમાનો થી સીંચેલા, મારા સપના ટુટી ગયા.
ગમ ના કર “મેહુલ”, હજી જીવ બાકી છે તુજમા,
નહી તો આ પ્રેમના સફર મા, ભલ-ભલા ઉકલી ગયા.
-મેહુલ
Posted in Uncategorized | 4 Comments »
એ બાળપણ ના મિત્રો, ને એ બાળપણ ની રમત,
એ બાળપણ નુ ચોમાસુ, ને એ બાળપણ ની લડત,
એ ઝાડ પર ચઢવાનુ , ને એ વરસાદ મા નહાવાનુ,
એક નાની સરખી જીદ માટે પણ, કલાકો રડવાનુ,
એ હાળી ના રંગો, ને એ ઉત્તરાયણ ની રમઝટ,
લેશન કરવાની એ રોજ-રોજ ની ખટપટ,
મમ્મી સામે રડવાનુ, ને એ સ્કુલે નહી જવાનુ,
રજા ચીઠ્ઠી નો લઈ આશરો,એ બહાનુ દઈ દેવાનુ,
એ પરીક્ષા નો સમય, ને એ I.M.P માટે ફરવાનુ,
મહેનત નહી કરવાની, ને એ પ્રગતિપત્રક થી ડરવાનુ,
બાળપણ નો એ સમય ખરેખર નિર્દોષ હતો,
કે જ્યારે “મેહુલ” જાહેરમા પણ રડી લેતો.
-મેહુલ
Posted in Uncategorized | 1 Comment »
હ્ર્દય ની વેદના આંખો સુધી પહોંચી ગઈ,
આંખો પણ જાણે દર્દ થી સમસમી ગઈ,
તેને બચાવવાનો પ્રયત્ન તો ઘણો કર્યો મે,
પણ જોત જોતામા તો આંખો આખી પલળી ગઈ.
પછી તો આંખોમાંથી અશ્રુઓની ધાર થઈ,
મારા અરમાનોની મારી જ સામે હાર થઈ,
પછી શુન્યમનસ્ક થઈ ને હુ વિચારતો રહ્યો કે,
આજે “મેહુલ” ના રડવાની કેટલાને જાણ થઈ.
-મેહુલ
Posted in Uncategorized | Leave a Comment »
ખુલી મારી આંખ, ને સવાર થઈ છે,
તમને ફરી જોવા નજર બેકરાર થઈ છે,
પ્રેમ ની લડત મા સદા જીતતો હતો પણ,
તમને મળી આજે મારી, હાર થઈ છે.
જુદાઈ નુ દુ:ખ પરાકાષ્ઠા એ પહોંચી ગયુ,
હવે તો આંખો મા થી આંસુઓ ની ધાર થઈ છે,
તમારા વગર નહી જીવી શકે “મેહુલ”,
આજે તો મરવાની ઈચ્છા પણ, અપરંપાર થઈ છે.
-મેહુલ
Posted in Uncategorized | 1 Comment »
સુરજ ને ક્યાંથી ખબર કે આ અંધારુ શુ છે?,
પાણી ને કયાંથી ખબર કે આ મ્રુગજળ શુ છે?,
એક ઋતુ આવે છે ને એક ઋતુ જાય છે,
પાનખર મા આવી ને તો, ફુલો પણ કર્માય છે.
વર્ષો ના વર્ષો, આમ જ વહી જાય છે,
જુવાની ની વાટ મા, બાળપણ પણ વેડફાય છે,
નથી રોકી શકતુ કોઈ સમય ના વહેણ ને,
અરે ઘડપણ મા આવી ને તો, જુવાની પણ રૂધાંય છે.
-મેહુલ
Posted in Uncategorized | 1 Comment »
હતી તારી આંખો મા ચમક, ને હતી મારી આંખો મા પ્યાસ,
છતાપણ રહી ગઈ, આપણા સબંધો મા કચાશ
ના મનમેળ થયો, ના થયુ સમાધાન,
મને મ્રુગજળ મળ્યુ , જયારે હતી પાણી ની તલાશ
જાણતો હતો, તારા જીદ્દીપણા વિશે,
છતાપણ થયુ, લાવ કરુ આખરી પ્રયાસ
અંધકાર મા બેઠો છે “મેહુલ”, હવે વાટ જોઈને,
ક્યારેક તો થશે, એના જીવન મા ઊજાશ
-મેહુલ
Posted in Uncategorized | 2 Comments »